દુર્ઘટના@અજમેર: 200-ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી, 2 મહિલાના મોત, 31 મુસાફરો ઘાયલ, જાણો વધુ વિગતે
પુષ્કર જઈ રહેલી બસમાં 33 લોકો સવાર હતા.
Apr 19, 2026, 19:07 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અજમેરમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે.અજમેરમાં મુસાફરોથી ભરેલી બસ 200 ફૂટ નીચે ખીણમાં ખાબકી. અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા. 31 લોકો ઘાયલ થયા. પુષ્કર જઈ રહેલી બસમાં 33 લોકો સવાર હતા. તેઓ પીસાંગણમાં મામેરુ ભરવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન પુષ્કર ઘાટીમાં બસ બેકાબૂ થઈ ગઈ. અકસ્માત પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે થયો. ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા લોકોએ કપડાંમાંથી દોરડું બનાવી ઘાયલોને ખીણમાંથી બહાર કાઢ્યા.
તમામ મુસાફરોને પહેલા પુષ્કરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી તેમને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસ્માત બાદ પુષ્કર ઘાટીમાં લાંબો જામ થયો હતો.

