ચૂંટણી@દિલ્હી: મહિલાઓને દર મહિને 2500 રૂપિયા અને હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર ફ્રી

નડ્ડાએ જણાવ્યું હતું કે 60-70 વર્ષની વયના લોકોને આપવામાં આવતું પેન્શન ₹2000થી વધારીને ₹2500 કરવામાં આવશે.
 
ચૂંટણી@દિલ્હી: મહિલાઓને દર મહિને 2500 રૂપિયા અને હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર ફ્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવી જઈ રહી છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઈ છે. ભાજપે દિલ્હી ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઠરાવ પત્રને 'વિકસિત દિલ્હીનો પાયો' ગણાવ્યો.

તેમણે દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા અને ગરીબ મહિલાઓને સિલિન્ડર પર 500 રૂપિયા સબસિડી આપવાનું વચન આપ્યું હતું. હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવાની પણ જાહેરાત કરી.

તેમણે કહ્યું હતું કે માતૃ સુરક્ષા વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓને 21,000 રૂપિયા આપવામાં આવશે અને 6 પોષણ કિટ પણ આપવામાં આવશે. દિલ્હીમાં વીજળી, બસો અને પાણી અંગે વર્તમાન સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ ચાલુ રહેશે.

નડ્ડાએ જણાવ્યું હતું કે 60-70 વર્ષની વયના લોકોને આપવામાં આવતું પેન્શન ₹2000થી વધારીને ₹2500 કરવામાં આવશે. વિધવાઓ, અપંગ વ્યક્તિઓ અને 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 3000 રૂપિયા પેન્શન મળશે.

અટલ કેન્ટીન યોજના હેઠળ, દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં ગરીબોને 5 રૂપિયામાં પૌષ્ટિક ખોરાક આપવામાં આવશે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલે ભાજપના ઢંઢેરાને જુઠ્ઠાણાંનું પોટલું ગણાવ્યું. કહ્યું- કાયદો અને વ્યવસ્થા સુધારવા પર એમાં એકપણ લાઈન નહોતી.