બ્રેકિંગ@દેશ: અંગ્રેજોના જમાનાના 3 કાયદા બદલાશે, રાજદ્રોહનો કાયદો નાબૂદ કરાશે, લોકસભામાં 3 બિલ રજૂ
અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં CRPC અને IPC સાથે જોડાયેલ નવા કાયદા રજૂ કરવા માટે બિલ રજૂ કર્યુ છે, જેને સ્ટેન્ડિગ કમિટિને મોકલવામાં આવશે. જે અંતર્ગત દેશમાં હવે નવા કાયદા લાગૂ કરવામાં આવશે અને કેટલાય કેસમાં સજાની જોગવાઈ બદલવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બિલ રજૂ કર્યા, તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી 5 પ્રણને દેશની જનતાની સામે રાખ્યા હતા. તેમાંથી એક પ્રણ ગુલામીની નિશાનીઓને સમાપ્ત કરવાની વાત કહી હતી. તે જ ક્રમમાં ત્રણ બિલ લાવ્યો છું, જે જુના કાયદામાં ફેરફાર કરશે.
અમિત શાહે જણાવ્યું કે, તેમાં ઈંડિયન પીનલ કોડ (1860)સ ક્રિમિનલ પ્રોસિઝર કોડ (1898), ઈંડિયન એવિડેંસ એક્ટ (1872)માં બનેલા આ કાયદાને ખતમ કરવામાં આવી રહ્યા છે અને નવા કાયદા લાવવામાં આવી રહ્યા છે. હવે દેશમાં ભારતીય ન્યાય સંહિતા (2023), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (2023) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (2023) પ્રસ્તાવિત હશે.
આ બિલમાં પ્રથમ ચેપ્ટરમાં મહિલાઓ અને બાળકોની સાથેના ગુન્હા તથા બીજા ચેપ્ટરમાં માનવ વધ અને માનવ શરીર વિરુદ્ધના ગુન્હા. યૌન ઉત્પીડનની પીડિતાના નિવેદનનું રેકોર્ડિંગ કરાવવું ફરજિયાત છે. 90 દિવસમાં તેનો સ્ટેટસ રિપોર્ટ મોકલવાનો રહેશે. 7 વર્ષથી વધારે સજાની જોગવાઈવાળા કેસમાં પીડિતાને સાંભળ્યા વિના કેસ ખતમ નહીં કરી શકાય. ઝીરો એફઆઈઆરને મજબૂત કરવામાં આવશે અને કોઈ પણ શખ્સ ગમે ત્યાંથી એફઆઈઆર કરાવી શકશે. ગુન્હાનો રિપોર્ટ 15 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવાનો રહેશે. 90 દિવસમાં આરોપની ચાર્જશીટ ફાઈલ કરવાની રહેશે. સિવિલ સર્વેંટ વિરુદ્ધ પોલીસને ચાર્જશિટ માટે પરવાનગી લેવાની રહેશે.
કોઈ વ્યક્તિની ધરપકડ પોલીસ કરે તો, આ શખ્સના પરિવારને ઓનલાઈન અથવા કાગળ સ્વરુપે જાણ કરવી ફરજિયાત છે. દાઉદ ઈબ્રાહિમ જેવા ભાગેડૂ ગુનેગારની ગેરહાજરીમાં ટ્રાયલ થશે અને સજા પણ થશે. મોતની સજાવાળા ગુનેગારોને આજીવનમાં બદલી શકાશે. પણ આવા ગુનેગારોને કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં. રાજદ્રોહને કમ્પ્લીટ ખતમ કરવામાં આવશે. પહેલી વાર ટેરરિઝ્મની વ્યાખ્યા અને સંપતિને જપ્ત કરવામાં આવશે. કોર્ટ ઓર્ડર કરશે પોલીસ નહીં કરે.
બળાત્કાર પર 20 વર્ષની કેદની જોગવાઈ અને 18 વર્ષની ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર પર મૃત્યુદંડની સજાની જોગવાઈ. હવે સર્ચ અને જપ્તી દરમ્યાન વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત હશે. જે ગુન્હામાં 7 વર્ષ અથવા તેનાથી વધારે સજાની જોગવાઈ હોય તેને ક્રાઈમ સાઈટ પર ફોરેન્સિક ટીમનું જવું ફરજિયાત રહેશે. પોલીસ સ્ટેશનમાં તૂટેલી ફુટેલી ગાડીઓનો ઢગલો ખતમ થશે. તેની વીડિયોગ્રાફી કરીને તેને ડિસ્પોઝ કરવામાં આવશે. સૌને વધુમાં વધુ 3 વર્ષમાં સજા કરાવવાની જોગવાઈ હશે.
અમિત શાહે સદનમાં કહ્યું કે, જુના કાયદા અંગ્રેજોએ પોતાની અનુસાર બનાવ્યા હતા. જેમનો ટાર્ગેટ દંડ આપવાનો હતો. અમે તેને બદલી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય દંડ આપવાનો નહીં પણ ન્યાય આપવાનો છે. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે, તમામ બિલ સ્ટેન્ડિંગ કમિટિને મોકલવામાં આવશે. નવા કાયદામાં સૌથી પહેલા ચેપ્ટર મહિલાઓ અને બાળકો સાથે થતાં અપરાધ, બીજુ ચેપ્ટર માનવીય અંગો સાથે થતાં અપરાધનો છે.