બ્રેકિંગ@દેશ: રામનવમીએ ઈન્દોરના મંદિરમાં દુર્ઘટના, 11 ગુજરાતી સહિત 35 લોકોના મોત
અટલ સમાચાર, ડેસ્ક
મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે એટલે કે ગઈકાલે 30 માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 35 થઇ ગયો છે. જેમાં કચ્છનાં 11 લોકોનાં મોત થયાનું સામે આવ્યુ છે. કચ્છના નખત્રાણા, માંડવી, ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે.
ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં જે સમયે દુર્ઘટના થઈ ત્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા. આ કુવો 40 ફુટ ઊંડો છે. તેમાં 7 ફુટ સુધી પાણી ભરેલું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મોટી દુર્ઘટનામાં રાત સુધી આ આંક 15ની અંદર હતો. પરંતુ મોડી રાત્રે 12 વાગ્યે સેનાએ મોરચો સંભાળ્યો હતો. જે બાદ સેનાના જવાનોએ 5 કલાકમાં 21 મૃતદેહ બહાર કાઢ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હાલ મૃતઆંક 35 પર પહોંચ્યો છે. જેમાં કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ લોકો ત્યાંના જ રહેવાસી હતા.
ગુજરાતી મૃતકોના નામ
લક્ષ્મીબેન રતિલાલ દીવાણી ૭૦ (ટોડીયા)
દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી ૫૮ (નખત્રાણા)
કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી ૩૨ (નખત્રાણા)
ગોમતીબેન ગંગદાસ પોકાર ૭૦ (રામપર સરવા)
પુષ્પાબેન દિનેશભાઈ પોકાર ૪૯ (હરીપર)
કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
પ્રિયંકા બેન પોકાર ૩૦(હરીપર)
વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી ૫૮( વિરાણી મોટી)
શારદાબેન કેશવલાલ પોકાર ૫૫ (રામપર, સરવા)
રતનબેન નાનજીભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી ૭૨ (નખત્રાણા)