અપડેટ@દેશ: અમેરિકાના રાજ્ય આયોવા અને ઓક્લાહોમામાં વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાઈ, 4 લોકોનાં મોત

લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે
 
અપડેટ@દેશ: અમેરિકાના રાજ્ય આયોવા અને ઓક્લાહોમામાં વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાઈ, 4 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ભયાનક ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાંજ વાવાઝોડાના કારણે ભારે તબાહી મચી છે.  અમેરિકાના રાજ્ય આયોવા અને ઓક્લાહોમામાં વાવાઝોડાના કારણે તબાહી સર્જાઈ છે.

અમેરિકન મીડિયા વોશિંગ્ટન પોસ્ટ અનુસાર તોફાનના કારણે અત્યાર સુધીમાં એક શિશુ સહિત 4 લોકોનાં મોત થયા છે. 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. ટોર્નેડોના કારણે એકલા સલ્ફર શહેરમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા છે.

અહીંની મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકો બેઘર થઈ ગયા છે. આયોવા અને ઓક્લાહોમામાં તોફાનથી 500 થી વધુ ઘરો ધરાશાયી થયા હતા. ઓક્લાહોમાના ગવર્નર કેવિન સ્ટિટે કહ્યું કે આખા શહેરમાં તબાહી સર્જાઈ છે. લોકોના ધંધામાં નુકસાન થયું હતું. 20 હજારથી વધુ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે.