બ્રેકિંગ@દેશ: રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણ દરમ્યાન 5 જવાન શહીદ

 
Rajouri

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. એક ઘાયલ જવાનની હાલત ગંભીર છે. ઓપરેશન દરમિયાન ત્રણ જવાન ઘાયલ થયા હતા. હાલમાં પણ આ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ છે. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને કમાન્ડ હોસ્પિટલ ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. આ ગોળીબાર રાજૌરી જિલ્લાના બાન્યારી પહાડી વિસ્તારમાં ડોકમાં થયો હતો. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) જમ્મુ ઝોન મુકેશ સિંહે પુષ્ટિ કરી હતી કે, એન્કાઉન્ટર કાંડી જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. રાજૌરી જિલ્લાના કાંડી ટોલના કેસરી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ.