અપડેટ@દેશ: નેપાળમાં અચાનક પ્લેન ક્રેશ થયું, 5 લોકોનાં મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એક ભયાનક દુર્ઘટના સામે આવી છે, જેમાં 5 લોકોના મોત નીપજ્યા. નેપાળની રાજધાની કાઠમંડુમાં એક પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. તે કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. ફ્લાઇટે ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તે સવારે લગભગ 11 વાગે ક્રેશ થયું હતું. વિમાન સૌર્ય એરલાઈન્સનું હતું.
કાઠમંડુ પોસ્ટ અનુસાર, પોલીસ અને ફાયર ફાયટર્સની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જોકે, ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળે છે.
વિમાન સૂર્યા એરલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. કાઠમંડુમાં આવેલા ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી. વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં સર્જાયા હતા.