દેશઃ અગ્નિપથ યોજના અંગે બિહારમાં જોરદાર વિરોધ, ટ્રેન બાળી અને 5 સ્ટેશનો બંધ રખાયા

સમસ્તીપુરમાં સેના ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓએ ગુરુવારે મોરવા પ્રખંડમાં હલઈમાં સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના ઘર પાસે ટ્રાફિક જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. 
 
વિરોધ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય સેનામાં ભરતીની નવી યોજના એટલે કે અગ્નિપથ યોજના અંગે બિહારમાં ઉકળતો ચરું છે. યુવાઓનો આક્રોશ સતત વધી રહ્યો છે. આજે દેખાવકારોએ જમ્મુતાવી ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનની કેટલીક બોગીઓ બાળી મૂકી. આગચંપીમાં ટ્રેનની બે બોગીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે અગ્નિપથ યોજના સામે વિદ્યાર્થીઓનું સતત પ્રદર્શન ચાલુ છે. આ ઘટનાક્રમ હાજીપુર બરૌની રેલખંડના મોહિઉદ્દીનનગર સ્ટેશનમાં સામે આવ્યું છે. 

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આજે સતત ત્રીજા દિવસે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે બબાલ છે. આ અગાઉ ટ્રેનો પર પથ્થરમારો અને આગચંપી કરાઈ. ટ્રેનો રોકીને પણ સતત વિરોધ કરાઈ રહ્યો છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે લખીસરાયમાં પણ એક ટ્રેનમાં આગચંપી કરાઈ છે. અત્યાર સુધીમાં આ આઠમી ટ્રેન છે જેને અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા દેખાવકારોએ નિશાન બનાવી છે. 

સમસ્તીપુરમાં પણ સેનાની ભરતી માટે કેન્દ્ર દ્વારા લોન્ચ કરાયેલી નવી અગ્નિપથ યોજનાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. આ બધા વચ્ચે દલસિંહસરાય રેલવે સ્ટેશન પર અવધ આસામ એક્સપ્રેસ ટ્રેનને રોકીને ભીષણ પ્રદર્શન કરાયું છે. આ તમામ આંદોલનકારી વિદ્યાર્થીઓ સરકારની સેના ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.  સમસ્તીપુરમાં સેના ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓએ ગુરુવારે મોરવા પ્રખંડમાં હલઈમાં સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના ઘર પાસે ટ્રાફિક જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. 

વિરોધનું કારણ
સેના ભરતી માટે નવા નિયમોનો વિરોધ જતાવનારા યુવાઓની ભીડ સવાર સવારમાં રસ્તાઓ પર ઉતરી રહી છે. રોડ જામ કરતા કેટલાક યુવાઓનું કહેવું છે કે તેમનામાંથી અનેક લોકો બે વર્ષ અગાઉ આયોજિત ભરતી પ્રક્રિયામાં દોડ અને એટલે સુધી કે મેડિકલ તપાસ પણ કરાવી ચૂક્યા છે. ફક્ત પરીક્ષા આપવાની જ બાકી હતી. કોરોનાના નામે અત્યાર સુધી પરીક્ષા ટાળવામાં આવી રહી હતી. પરીક્ષા લેવાની જગ્યાએ ભરતીની નવી પ્રક્રિયાથી આવા વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે.