યુપીઃ ઢાબા પર ભોજન કરી રહેલા ટ્રકે 6 કાવડીયાને કચડ્યા, 8 લોકો ઘાયલ થયા
યુપી

અટલ સમાચાર, ડેસ્ક

યુપીના હાથરસમાં આગરા-અલીગઢ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક ટ્રકની ચપેટમાં આવતાં 6 કાવડીયાના મોત થયા છે અને લગભગ 7-8 લોકો ઘાયલ થયા છે. એક કાવડીયાએ જણાવ્યું કે તે ઢાબા પર ભોજન કરી રહ્યા હતા. ત્યારે એક ટ્રક ચાલકે લોકો પર ટ્રક ચઢાવી દીધો. આ કાવડીયા ગ્વાલિયર જઇ રહ્યા હતા. આ અકસ્માત પર એડિશનલ ડીજીપીએ કહ્યું હતું કે કાવડીયાનો એક જથ્થો હરિદ્રારથી ગ્વાલિયર પરત જઇ રહ્યો હતો. દુર્ઘટનામાં 6 કાવડીયાના મોત થયા છે અને એકની હાલત નાજુક છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાહન વિશે જાણકારી મળી છે અને ટૂંક સમયમાં આરોપી ઝડપાઇ જશે. 
 

 કાવડ યાત્રાને લઇને યૂપી સરકાર અને તંત્ર એલર્ટ છે. રાજ્યના ઘના જિલ્લામાં સ્કૂલ કોલેજ બંધ કરવામાં આવી છે. તંત્રનું માનવું છે કે રસ્તા પર કાવડીયાની સંખ્યા સતત વધતી જાય છે અને એવામાં શ્રદ્ધાળુઓને કોઇ પ્રકારની તકલીફ ન થવી જોઇએ.  તાજેતરમાં જ યૂપીના મુજફ્ફરનગર જિલ્લાના છપાર પોલીસ ક્ષેત્રમાં એક મિની ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. તેમાં બાઇક સવાર બે કાવડીયાના મોત થયા હતા અને એક અન્ય ઘાયલ થયો હતો. હરિયાણા ફરીદાબાદ જિલ્લાના શિવ દુર્ગા બિહાર લકડ્ડપુર નિવાસી સૌરભ, યોગેશ અને પ્રદીપ સાથે બાઇક વડે કાવડ લેવા હરિદ્વાર ગયા હતા. 
  

તાજેતરમાં હાપુડના ડીએમએ આદેશ આપ્યો હતો કે 22 થી લઇને 26 જુલાઇ સુધી શિક્ષણ સંસ્થાઓને બંધ રાખવામાં આવે. આ ઉપરાંત મુરાદાબાદના ડીમ શૈલેંદ્ર કુમારે પણ કહ્યું હતું કે મુરાદાબાદ મહાનગરની શિક્ષણ સંસ્થા 25 અને 26 જુલાઇના રોજ બંધ રાખવામાં આવે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા જિલ્લામાં કાવડીયાના લીધે સ્કૂલોમાં રજા આપવામાં આવી છે અને મેરઠમાં તો ચૌધરી ચરણ સિંહ વિશ્વવિદ્યાલયે એલએલબીનું પેપર પણ સ્થગિત કરવામાં આવ્યું છે. પહેલાં આ પેપર 19 જુલાઇના રોજ થવાનું હતું.