દુર્ઘટના@દેશ: કાનપુરમાં ગમ્ખાવાર કાર અકસ્માતમાં 6 લોકોના મોત અને 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા
2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા
Feb 5, 2024, 11:50 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અને લાકો લોકો મોતને ભેટતા હોય છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં દેહાતમાં આજે સોમવારે સવારે મોટી દુર્ઘટના બની છે.
એક કાર નાળામાં પડી છે, આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે અને 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ અધિકારીઓએ જેસીબીની મદદથી કારને બહાર કાઢી છે.