દુ:ખદ@દેશ: ઓડિશામાં બાલાસોર બાદ ફરી મોટી દુર્ઘટના, ટ્રેન નીચે બેઠેલા 6 મજૂરોના મોત
અટલ સમાચાર, ડેસ્ક
ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર બુધવારે એક માલગાડીની ચપેટમાં આવવાથી ચાર મજૂરોના મોત થઈ ગયા અને ચાર અન્ય ઘાયલ થઈ ગયા હતા. આ મજૂરો માલગાડીની નીચે આરામ કરી રહ્યા હતા. એક અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારે વરસાદથી બચવા માટે ઊભેલી માલગાડીને નીચે બેઠા હતા. તે જ સમયે અચાનક માલગાડી ચાલતી થઈ અને મજૂરોને તેની નીચેથી નીકળવાનો મોકો મળ્યો નહીં.
મૃતક તથા ઘાયલ તમામ મજૂરો છે. પ્રારંભિક રિપોર્ટ અનુસાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ચારમાંથી ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. સ્થાનિક લોકોએ તેને જાજપુર હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં તેણે દમ તોડી દીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડબ્બાની નીચે નીકળવામાં સફળ રહેલો મજૂર પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે અને તેને કટકની એક હોસ્પિટલમાં દાખલ કર્યો છે. આ ઘટના ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભીષણ રેલ દુર્ઘટનાના પાંચમાં દિવસે આવી છે. ઓડિશાના બાલાસોરમાં 2 જૂનના રોજ બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી દુર્ઘટનાગ્રસ્ત થતાં કુલ 288 લોકોના મોત થયા હતા અને 1200 થી વધારે લોકો ઘાયલ થયા હતા.