કાર્યવાહી@દિલ્હી: સંસદની સુરક્ષામાં ચૂક મામલે જવાબદાર 7 કર્મચારીઓ સસ્પેન્ડ
અટલ સમાચાર, ડેસ્ક
સંસદ પર હુમલામાં સુરક્ષામાં થયેલી ચૂક માટે જવાબદાર 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. સંસદ સુરક્ષા સ્ટાફના જે 8 લોકોના નામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત, નરેન્દ્ર છે.
13 ડિસેમ્બરે સુરક્ષા ભંગની ઘટના બાદ સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા હતા. આ બે જણ એક બેન્ચ પરથી બીજી બેન્ચ તરફ દોડવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિએ તેના જૂતામાંથી પીળો ગેસ કાઢીને છાંટ્યો. આ દરમિયાન સંસદમાં હંગામો થયો હતો. સાંસદો અહીં-તહીં દોડવા લાગ્યા. જોકે કેટલાક સાંસદોએ તેમને પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધા હતા. જ્યારે બે લોકો લોકસભાની અંદર કૂદી પડ્યા, ત્યારે પોલીસે સંસદની બહાર વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી. બંને ડબ્બામાંથી કલર ગેસ છાંટીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. બંનેની ઓળખ અમોલ અને નીલમ તરીકે થઈ હતી.