અરેરાટીઃ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં 7 લોકોનાં મોત, 2ની હાલત ગંભીર
accident

અટલ સમાચાર, ડેસ્ક

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે એક એક્સિડન્ટમાં પરિવારના સાત લોકોનાં મોત થયાં છે, 2ની હાલત ગંભીર છે. મૃતકોમાં વૃદ્ધ દંપતી, તેમનાં બે દીકરા-વહુઓ અને 6 વર્ષનો પૌત્ર સામેલ છે. વૃદ્ધ દંપતીનો એક દીકરો અને 3 વર્ષના પૌત્રની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં પરિવારના 9 લોકો હતા.

આ પરિવાર નોઈડામાં રહેતો હતો. તેઓ એક લગ્નમાં સામેલ થવા હરદોઈ આવ્યા હતા અને આજે વહેલી સવારે પરત જતા હતા. કારના આગળના હિસ્સાના ફુરચા ઊડી ગયા છે. પોલીસને શંકા છે કે વહેલી સવારે ઝોકું આવી જવાને કારણે આ અકસ્માત થયો હશે. સ્પીડમાં જતી કાર આગળ જતાં વાહન સાથે અથડાતાં આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે, કારણ કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં અન્ય કોઈ વાહન નહોતું.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પોલીસે જણાવ્યું હતું કે સવારે એક વાહનચાલકે ડાયલ-112માં ઘટનાની સમગ્ર માહિતી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા હતા. એક્સિડન્ટમાં કારનો આગળનો હિસ્સો કચડાઈ ગયો છે. પરિણામે, ઘાયલોને પણ બહાર કાઢવામાં ઘણો સમય થયો.પોલીસ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 7 લોકોને મૃત જાહેર જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 3 મહિલા, 3 પુરુષ અને 1 બાળક છે. પોલીસે જણાવ્યું હતું કે કાર નંબર UP 16 DB 9872 છે.