દુર્ઘટના@અરવલ્લી: રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારા અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા

10 લોકોને સારવાર માટે ખસેડાયેલા 
 
દુર્ઘટના@અરવલ્લી: રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારા અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં જીપ પલટી ખાઈ જતા ઉપર ટ્રક ફરી વળી હતી. જેને લઈ જીપમાં સવાર મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિક ડુંગરપુર પોલીસે Tv9 સાથેની વાતચીતમાં પુષ્ટી કરી હતી કે, ગોઝારા અકસ્માતમાં મુસાફરોના મોત નિપજ્યા છે અને અન્ય વધુ ગંભીર ઘાયલોને બીંછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જાણકારી મુજબ 9 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 10 લોકોને સારવાર માટે ખસેડાયેલા છે. ગંભીર અકસ્માતની આ ઘટનાને લઈ આસપાસની સ્થાનિક એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલી ઈજાગ્રસ્તોની ઝડપતી હોસ્પિટલ પહોંચાડી સારવાર માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્થાનિક બીછીવાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે સર્જાઈ હતી. સ્થાનિક ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માતને લઈ મદદે દોડ્યા હતા. અને ઘાયલોને સારવાર માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. 2 ઘાયલોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અગાઉ તેમને શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓની ગંભીર સ્થિતિને લઈ હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા.