દુર્ઘટના@દેશ: બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 8 લોકોનાં મોત, 6 પેસેન્જર જીવતાં ભડથું

અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર હદય કંપાવતી અકસ્માતની ઘટના સામે આવી છે.રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ.

અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે. દૌસા એસપી પીયૂષ દીક્ષિતે જણાવ્યું કે આ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે થયો હતો.

બસ ઋષિકેશથી ઈન્દોર જઈ રહી હતી. મળતી માહિતી મુજબ, 6 લોકોના મોત આગમાં દાઝી જવાથી અને 2 લોકોના માથામાં ઈજા થવાને કારણે થયા છે. આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે. તેમને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં વિલંબના આરોપો લગાવ્યા છે. એક ગ્રામીણનો દાવો છે કે બસના સ્ટોરેજ બોક્સમાં સિગારેટના પેકેટ ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.