રિપોર્ટ@દેશ: પોતાને PMના સલાહકાર ગણાવી 82 લાખની છેતરપિંડી આચરી

 તેમને કાકા કહીને બોલાવે છે
 
ફ્રોડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે. મહારાષ્ટ્રના સતારામાં રાત્રે લગભગ 11 વાગ્યે પોલીસ કાશ્મીરા પવાર અને ગણેશ ગાયકવાડના ઘરે પહોંચી. આસપાસના લોકો કાશ્મીરા વિશે જાણતા હતા કે તે PMOમાં સલાહકાર છે. પીએમ મોદી સાથે સીધી વાત કરે છે. તે ગૃહમંત્રી અમિત શાહની એટલી નજીક છે કે તેમને કાકા કહીને બોલાવે છે. જ્યારે પોલીસ આવી તો જાણવા મળ્યું કે કાશ્મીરા PMOમાં ઓફિસર નથી, તે ફ્રોડ છે અને ઘણા લોકોને છેતર્યા છે.

આમાંથી ત્રણ લોકોએ આગળ આવીને પોલીસને જણાવ્યું કે કાશ્મીરા અને ગણેશે તેમની સાથે 82 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. પીડિતે કાશ્મીરાને પોતાની બહેન સમજીને તેના લગ્ન કરાવ્યા હતા, તેની જ હોટેલ પચાવી પાડી. આ પછી પોલીસે 29 વર્ષની કાશ્મીરા અને તેના પતિ 32 વર્ષના ગણેશની ધરપકડ કરી. આ સમાચાર ટીવી પર બ્રેકીંગ ન્યૂઝ બની ગયા.