ધાર્મિક@અયોધ્યા: રામમંદિરનું 95 ટકા કામ પુરુ થયું, પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ શરુ, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
ભગવાન રામના મંદિરના પ્રથમ તબક્કાનું કામ લગભગ 95 ટકા પુરુ થઈ ચુક્યું છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે બનીને તૈયાર થઈ ચુક્યું છે. મંદિરમાં હવે બારી અને દરવાજા લગાવામાં આવી રહ્યા છે.
રામ મંદિરના પ્રથમ તળમાં લગભગ 167 સ્તંભ લગાવ્યા છે. દરેક સ્તંભ પર દેવી દેવતાઓની મૂર્તિ લગાવેલી છે. તસ્વીરમાં આપ ગણપતિ બાપ્પાની પ્રતિમા જોઈ રહ્યા છો. ડિસેમ્બર 2023 સુધી પ્રથમ તબક્કાનું કામ પુરુ થઈ જશે અને મંદિર નિર્માણ હાલમાં 24 કલાક કામ ચાલી રહ્યું છે. જેથી જાન્યુઆરી 2024ના શુભ મુહૂર્તમાં ભગવાન રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થઈ શકે.
દરેક રામભક્ત પોતાના આરાધ્યના બની રહેલા ભવ્ય મંદિર કેટલે સુધી બન્યું છે, તે જોવા અને જાણવા માગે છે. આ જ કારણ છે કે, શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણની પ્રગતિની તસ્વીર સોશિયલ મીડિયા પર નાખીને રામભક્તોને રુબરુ કરાવે છે. મંદિર નિર્માણના પ્રથમ તળ બાદ બીજા તળ પર પણ સ્તંભ લગાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તસવીરમાં આપ રામ મંદિરના બીજા તળનું કામ જોઈ શકશો.