ઘટના@દેશ: દિલ્હીમાં વિદ્યાર્થીની પર એસિડ એટેક, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

 
Delhi Acid Attack

અટલ સમાચાર, ડેસ્ક 

રાજધાની દિલ્હીમાં એક છોકરાએ એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંક્યું છે. આ ઘટના દિલ્હીના દ્વારકા મોડ વિસ્તારમાં સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. આ વિદ્યાર્થીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપી છોકરો છોકરીને પહેલાથી જ ઓળખતો હતો. વિદ્યાર્થિની 12મા ધોરણમાં ભણે છે, જ્યારે તે સ્કૂલે જતી હતી ત્યારે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ ઘટના અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે, દ્વારકા જિલ્લાના વિસ્તારમાં એક છોકરાએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંકવાની ઘટના બની છે. આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી. વિદ્યાર્થીનીને સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે, દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.


 

પોલીસે શું કહ્યું ?

ઘટના સમયે યુવતી તેની નાની બહેન સાથે હતી. તેણીએ તેમના માટે જાણીતા બે વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કરી છે. એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પીએસ મોહન ગાર્ડન વિસ્તારમાં એક યુવતી પર એસિડ ફેંકવાની ઘટના અંગે સવારે 9 વાગ્યાની આસપાસ પીસીઆર કોલ આવ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે 17 વર્ષની એક છોકરી પર સવારે 7:30 વાગ્યે બાઇક પર સવાર બે વ્યક્તિઓએ એસિડ જેવા પદાર્થનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો.