રાજકારણ@દેશ: કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ ચલણી નોટો પર આ ફોટો મૂકવાની કરી માંગ

 
BSP 01

અટલ સમાચાર, ડેસ્ક 

દેશમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ નોટો પર ફોટાની માંગ તેજ થઈ ગઈ છે. તેમણે નોટો પર મા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવાની માંગ કરી હતી. જે બાદ કોંગ્રેસ નેતા મનીષ તિવારીનું નિવેદન આવ્યું છે. હવે આ મામલે બસપા દ્વારા નવી માંગણી કરવામાં આવી છે.

Kalpesh Patel Sabarkantha
જાહેરાત

વાત જાણે એમ છે કે, બસપા ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે બુધવારે એક ટ્વીટમાં નોટો પરના ફોટાને લઈને નવી માંગણી કરી હતી.


તેમણે ટ્વીટ કરીને લખ્યું, "બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને હિલ્ટન યંગ કમિશન સમક્ષ રજૂ કરાયેલ માર્ગદર્શિકા મુજબ, 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અસ્તિત્વમાં આવી હતી. તેથી જો ભારતીય ચલણ પર કોઈની તસવીર હોવી જોઈએ તો તે બાબાસાહેબની તસવીર હોવી જોઈએ. 

07
જાહેરાત

શું કહ્યું હતું કેજરીવાલે ? 

અરવિંદ કેજરીવાલે સૌપ્રથમ કહ્યું હતું કે, "દિવાળીની પૂજા દરમિયાન મનમાં એક લાગણી આવી કે, ભારતીય ચલણ પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર હોવી જોઈએ. જોકે હું એમ નથી કહેતો કે આવું કરવાથી માત્ર સુધારો થશે. અર્થવ્યવસ્થા, તેના માટે ઘણાં પગલાંની જરૂર છે. પરંતુ તે પગલાંનું ફળ ત્યારે જ મળે છે જ્યારે દેવી-દેવતાઓના આશીર્વાદ હોય. 

T