દેશઃ સપ્ટેમ્બરમાં 13 દિવસ બેંક બંધ રહેશે, રજાઓનું લિસ્ટ એકવાર ચેક કરી લો
bnk

અટલ સમાચાર, ડેસ્ક

સપ્ટેમ્બરમાં જો તમે કામનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો બેન્કની રજાઓનું લિસ્ટ પહેલા એકવાર ચેક કરી લેજો. ડિજિટલ દુનિયામાં ઘણા બધા કામ ઘરે બેઠાં જ થઈ શકે છે. પરંતુ કેટલાક કામ એવા પણ હોય છે કે જેમાં બેન્ક જવાની જરૂર હોય છે. ઘણા લોકો બેન્કની રજાઓથી અપડેટ નથી રહેતા. જો કે, બેન્કની રજાઓ મામલે અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે.

આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં અલગ અલગ જગ્યાએ બેન્ક 13 દિવસ બંધ રહેશે. અત્યારે ઓગસ્ટમાં પણ વધેલા દિવસોમાંથી ઘણા દિવસોમાં બેન્ક બંધ રહેવાના છે. જેમ કે, 27 ઓગસ્ટે ચોથો શનિવાર છે અને 28 ઓગસ્ટે રવિવાર છે. પછી 29 તારીખે શ્રીમંત શંકરદેવ તિથી છે. આ દિવસે ગુવાહાટીમાં બેન્કો બંધ રહેશે. 31 ઓગસ્ટે મહિનાનો છેલ્લો દિવસ, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બેન્કો બંધ રહેશે.

દેશમાં રાજ્ય પ્રમાણે અલગ-અલગ રજા આવતી હોય છે. ઓગસ્ટ મહિનામાં શનિવાર અને રવિવાર ગણીને 18 દિવસ બેન્ક ચાલુ હતી. જ્યારે સપ્ટેમ્બરમાં 13 દિવસ બેન્કોમાં રજા રહેશે.

જાણો રજાઓનું લિસ્ટ

1 સપ્ટેમ્બર, 2022 - ગણેશ ચતુર્થીના દિવસે બેન્કોમાં રજા રહેશે.

4 સપ્ટેમ્બર, 2022 - રવિવારના દિવસે રજા.

6 સપ્ટેમ્બર, 2022 - વિશ્વકર્મા પૂજાના દિવસે ઝારખંડમાં બેન્ક બંધ રહેશે.

7-8 સપ્ટેમ્બર, 2022 - ઓણમ હોવાથી તિરુવનંતપુરમ, કોચીમાં બેન્કો બંધ રહેશે.

9 સપ્ટેમ્બર, 2022 - ઇન્દ્રજાતાના દિવસે ગંગટોકમાં બેન્કો બંધ રહેશે.

10 સપ્ટેમ્બર, 2022 - શ્રી નરવના ગુરુ જયંતીના દિવસે તિરુવનંતપુરમ, કોચીમાં બેન્કોમાં રજા રહેશે.

11 સપ્ટેમ્બર, 2022 - રવિવારની રજા.

18 સપ્ટેમ્બર, 2022 - રવિવારની રજા.

21 સપ્ટેમ્બર, 2022 - શ્રી નારાયણા ગુરુ સમાધિ દિવસે તિરુવનંતપુરમ, કોચીમાં બેન્ક બંધ રહેશે.
 

RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજાની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની અધિકૃત વેબસાઇટ(https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ તપાસી શકો છો.