અકસ્માતઃ મહિલાઓ-બાળકો સહિત 40 મુસાફરો સાાથે ઈન્દોરથી પુના જઈ રહેલી બસ નર્મદામાં પડી, 13ના કરૂણ મોત

આ પુલ જુનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગની છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે પ્રશાસનને બચાવ અને રાહત કાર્ય ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.
 
બસ

અટલ સમાચાર, ડેસ્ક

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઈન્દોરથી પુના જઈ રહેલી બસ સવારે લગભગ પોણા દસ વાગ્યે ધામનોદમાં ખાલઘાટની પાસે નર્મદામાં પડી હતી. બસમાં મહિલાઓ-બાળકો સહિત 40 મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં 13 શબને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી. ગૃહમંત્રી નિરોત્તમ મિશ્રાએ કહ્યું કે 15 મુસાફરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.

 બસ ખલધાટમાં ટૂ-લેન પુલ પર કોઈ વાહનનો ઓવરટેક કરતી વખતે અનિયંત્રિત થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દીધું હતું અને રેલિંગ તોડીને બસ નદીમાં પડી હતી. ઘટનાની માહિતી મળતા જ ખલધાટ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઈન્દોર અને ધારથી NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ પુલ જુનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગની છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે પ્રશાસનને બચાવ અને રાહત કાર્ય ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો


દુર્ઘટના આગ્રા-મુંબઈ હાઈવે પર ઘટી હતી. આ રોડ ઈન્દોરથી મહારાષ્ટ્રને જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજયુ સેતુ પુલથી બસ પડ, તે બે જિલ્લા-ધાર અને ખરગોનની સીમા પર છે. પુલનો અડધો હિસ્સો ખાલધાટ(ધાર) અને અડધો હિસ્સો ખલટાકા(ખરગોન)માં છે. ખરગોનથી કલેક્ટર અને SP પણ ઘટના સ્થળે પણ પહોંચ્યા છે.ખલધાટ ટોલ નાકેની હાઈવે એમ્બ્યુલન્સના ડ્રાઈવર શ્રીકૃષ્ણ વર્માએ જણાવ્યું કે હું ડ્યુટી પર હતો. સવારે 10.03 વાગ્યે કન્ટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે પુલ પરથી એક બસ નર્મદામાં પડી ગઈ છે. માહિતી મળ્યાની 3 મિનિટની અંદર જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. નદીમાંથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ જીવિત કે ઘાયલ કાઢવામાં આવ્યો નથી. બસને નદીમાંથી કાઢી લેવામાં આવી છે.

હોટલ માલિકે કહ્યું- મુસાફરો ચા-નાસ્તો કરવા રોકાયા હતા
બસ MH 40 N 9848 સવારે 9થી 9.15 વાગ્યે ખાલધાટથી 12 કિલોમીટર પહેલા દૂધી બાયપાસના કિનારે એક હોટલે રોકાઈ હતી. હોટલ માલિકે જણાવ્યું કે અહીં 12-15 મુસાફરોએ ચા-નાસ્તો કર્યા હતા. બાકીના લોકો અંદર જ બેઠા હતા. અંદર કેટલા લોકો બેઠા હતા, તેનો ખ્યાલ નથી. જોકે બસમાં 30થી 35 લોકો હતા.


ઝરખનો મહિલા પર જીવલેણ હુમલો:પાતળિયામાં ખેતરે જઈ રહેલ મહિલા પર ઝરખે હુમલો કર્યો; 10 કલાકની જહેમત બાદ પાંજરે પુરી પોળોના જંગલમાં છોડાયું