બ્રેકિંગ@દેશ: નવરાત્રીમાં મોદી કેબિનેટે આપી ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો
અટલ સમાચાર, ડેસ્ક
નવરાત્રીમાં મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએ (મોંઘવારી ભથ્થું) 4 ટકા વધારીને 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો જુલાઈથી ડિસેમ્બર 2022 સુધી માન્ય રહેશે. કર્મચારીઓ અને પેન્શનરોને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થા અને રાહતનો લાભ મળશે.
આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો હેઠળ સ્વીકૃત ફોર્મ્યુલા પર આધારિત છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ બેકબ્રેક મોંઘવારીને જોતા સરકારે તેમાં 4 ટકાનો વધારો કરીને 38 ટકા કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને ઓક્ટોબરના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. ઓકટોબર માસમાં કર્મચારીઓને છેલ્લા 3 માસના તમામ એરિયર્સ પણ આપવામાં આવશે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
સૂત્રોએ જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો શક્ય છે. માહિતી અનુસાર કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે.
જાણો કોને કેટલું એરિયર્સ મળશે ?
- જો સરકારી કર્મચારીનો મૂળ પગાર રૂ. 56,000 છે, તો 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તો રૂ. 21,280નું મોંઘવારી ભથ્થું મળશે. એટલે કે, જો તમે દર મહિને 2240 રૂપિયા વધુ ઉમેરો અને આખા વર્ષ પ્રમાણે નફો કરો તો તમને 21,280*12 = 255360 રૂપિયા મળશે. આનો અર્થ એ છે કે વાર્ષિક ધોરણે તમને પહેલા કરતા 26,880 રૂપિયા વધુ મોંઘવારી ભથ્થું મળશે.
- ધારો કે કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો 34 ટકાના દરે, તેને મોંઘવારી ભથ્થા તરીકે 6,120 રૂપિયા મળી રહ્યા છે. પરંતુ મોંઘવારી ભથ્થાને વધારીને 38 ટકા કર્યા બાદ 6,840 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળશે. એટલે કે, જ્યાં પહેલા મોંઘવારી ભથ્થું રૂ. 6,120*12 = રૂ. 73,440 મળતું હતું, તેમાં વધારો કર્યા પછી તમને રૂ. 82,080 એટલે કે રૂ. 8,640નો લાભ મળશે.