કોરોના@દેશઃ છેલ્લા 24 કલાકમાં 3688 નવા કેસ અને 50 સંક્રમિતોના મોત થયા

રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 3688 નવા કેસ અને 50 સંક્રમિતોના મોત થયા છે. શુક્રવારે 3377 નવા કોરોના કેસ અને 60 લોકોના મોત થયા હતા. ગુરુવારે 3303 નવા કેસ અને 39 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 2927 નવા કેસ અને 32 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 1399 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 18,684 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,803 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,33,377લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 188,89,90,935 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22,58,059 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.