દેશઃ સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યારા 4 શૂટર્સ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા, ત્રણ પોલીસકર્મી ઘાયલ

પોલીસચ્ચે આવેલા એક ઘરમાં છૂપાયેલા હતા. પોલીસ લગભગ બે મહિનાથી તેમની શોધખોળમાં હતી.ને બાતમી મળી હતી કે, મૂસેવાલાની હત્યા બાદ હત્યારાઓ પાકિસ્તાન ભાગવાના પ્રયાસ કરી રહ્યા હતા. આના લીધે જ તેઓ બોર્ડર પાસે રોકાયા હતા. તેઓ ભકના ગામમાં ખેતરોની વ

 
ચંડીગઢ

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યારા ચાર શૂટર્સ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. પંજાબ પોલીસના ડીજીપીએ આની પુષ્ટી કરી છે. પંજાબ પોલીસે આ ચારેય હત્યારાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. તેમાં જગરુપ રુપા અને મનપ્રીત મનુ ગેંગસ્ટર સામેલ છે, જ્યારે બે અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અમૃતસર જિલ્લાના અટારી ગામમાં પાકિસ્તાનની સીમા પાસે આવેલા ચિચા ભકના ગામમાં લગભગ છ કલાક એન્કાઉન્ટર ચાલ્યું હતું. જેમાં ત્રણ પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

પંજાબના ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે, સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં જે 2 શૂટર મનુ અને રુપા ફરાર હતા, પોલીસ અથડામણમાં બન્નેના મોત થયા છે. જ્યારે 3 પોલીસકર્મી ઘાયલ થયા છે, તેઓ ખતરાની બહાર છે. ઘટનાસ્થળેથી એકે-47 અને પિસ્તોલ કબજે કરાઇ છે. ઉપરાંત એક બેગ પણ મળી આવી છે. જેની તપાસ કરાઇ રહી છે.

પોલીસચ્ચે આવેલા એક ઘરમાં છૂપાયેલા હતા. પોલીસ લગભગ બે મહિનાથી તેમની શોધખોળમાં હતી.ને બાતમી મળી હતી કે, મૂસેવાલાની હત્યા બાદ હત્યારાઓ પાકિસ્તાન ભાગવાના પ્રયાસ કરી રહ્યા હતા. આના લીધે જ તેઓ બોર્ડર પાસે રોકાયા હતા. તેઓ ભકના ગામમાં ખેતરોની વ

પોલીસને બાતમી મળી હતી કે, આ બન્ને ગેંગસ્ટર અહીં છૂપાયેલા છે. અમૃતસર પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ઘણી ગોળીઓ ચાલી છે. પોલીસના ટોચના અધિકારીઓ સ્થળે હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. બન્ને શૂટર પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી છે. સાથે જ તેઓ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ માટે કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, 29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાની કડી પોલીસે લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ સાથે જોડી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બરાડે એક વીડિયો જાહેર કરી પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે સંબંધિત કેટલીક અગત્યની વાતો જણાવી હતી. જાહેર કરાયેલા વીડિયોમાં બરાડનો ચહેરો દેખાતો નથી, પરંતુ પંજાબી અને દિલ્હી પોલીસે તેના અવાજની પુષ્ટી કરી છે. વીડિયોમાં ગોલ્ડી બરાડે કહ્યું કે, મારું નામ ગોલ્ડી બરાડ છે. હું મુક્તસર સાહિબનો રહેવાસી છું. તમે બધા મને ઓળખો જ છો. છેલ્લા ઘણા સમયથી તમે મારું નામ સમાચારમાં સાંભળતા હશો. મૂસેવાલા કેસમાં મારું નામ જોડવામાં આવ્યું. મેં પહેલા પણ કહ્યું હતું કે, આ કામ મેં કરાવ્યું હતું.

પંજાબ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગેંગસ્ટરમાંથી આતંકી બનેલા હરવિંદર રિંદા સાથે સંબંધિત 9 શાર્પશૂટરો સહિત 13 ગેંગસ્ટરોની હથિયારો સાથે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે પોલીસને કહ્યું હતું કે, તે અને તેનો ગ્રુપ સિદ્ધુ મૂસેવાલાના ગીતોથી નારાજ હતો.