શપથ ગ્રહણઃ દ્રોપદી મુર્મૂએ પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો

સમારોહમાં ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અલગ-અલગ દેશના રાજદૂત, સંસદ સદસ્ય અને પ્રમુખ સૈન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા છે. શપથ ગ્રહણ પછી 21 તોપોની સલામી આપવામાં આવશે.
 
રાષ્ટપતિ

અટલ સમાચાર, ડેસ્ક


દ્રોપદી મુર્મૂ  દેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા છે. મુખ્ય ન્યાયધીશ એનવી રમણે દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા છે. દ્રોપદી મુર્મૂએ પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો છે. દ્રોપદી મુર્મૂ આઝાદી પછી જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. આ સિવાય તે સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ પણ બન્યા છે. પ્રતિભા પાટીલ પછી રાષ્ટ્રપતિ બનનાર તે બીજા મહિલા છે . સમારોહમાં ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અલગ-અલગ દેશના રાજદૂત, સંસદ સદસ્ય અને પ્રમુખ સૈન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા છે. શપથ ગ્રહણ પછી 21 તોપોની સલામી આપવામાં આવશે.

શપથ ગ્રહણ સમારોહમાં દ્રોપદી મુર્મૂના દીકરી ઇતિશ્રી અને જમાઇ ગણેશ હેમબ્રમ પણ સામેલ થવા  છે. મુર્મૂના ભાઇ તારિનસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ તેમના માટે સંથાલી સાડી અને આદિવાસીઓની પારંપરિક મીઠાઇ અરિસા પીઠા લાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂને 6,76,803 મત મળ્યા હતા. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશંવત સિન્હાને 3,80,177 મતો મળ્યા હતા.