આનંદો@દેશ: કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, નવા વર્ષમાં વધશે પગાર, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. કર્મચારીઓના પગારમાં જલદી મોટો વધારો થવાનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર કર્મચારીઓના પગાર પર મોટો નિર્ણય લઈ શકે છે, ત્યારબાદ પગારમાં સીધો 95,000 રૂપિયાનો વધારો થશે. ખાસ વાત છે કે કર્મચારીઓના પગારમાં વધારો સીધો થશે. આ વખતે નવા વર્ષે કર્મચારીઓને સરકાર મોટી ભેટ આપવાનો પ્લાન બનાવી રહી છે.
આ સાથે સમાચાર મળી રહ્યાં છે કે આ વખતે બજેટમાં સરકાર ફિટમેન્ટ ફેક્ટરને પણ રિવાઇઝ કરી શકે છે. હાલ તેને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાણકારી મળી નથી. આ સમયે કર્મચારીઓને 2.57ના હિસાબે ફિટમેન્ટ ફેક્ટર મળે છે, જેને વધારી 3.68 કરવાની માંગ છે, જો તેમ થાય છે તો કર્મચારીઓની મિનિમમ સેલેરી 18000 રૂપિયાથી વધી સીધ 26000 રૂપિયા થઈ જશે.
કઈ રીતે થશે ગણતરી?
ગણતરીની વાત કરીએ તો જો તમારી મિનિમમ સેલેરી 18,000 રૂપિયા છે તો અન્ય તમામ પ્રકારના ભથ્થાને છોડીને 2.57 હિસાબથી ફિટમેન્ટ ફેક્ટરના 46260 રૂપિયા મળી રહ્યાં છે. જો સરકાર તેને બજેટમાં વધારે તો તે 3.68 થઈ શકે છે, જેની ગણતરી 26000 રૂપિયા બેસિક સેલેરી પર થશે.
26000 રૂપિયાના પગાર પ્રમાણે જો 3.68 પર ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરવામાં આવે તો આ પ્રમાણે કર્મચારીઓને 95680 રૂપિયા સીધા મળશે. કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે અને એકવારમાં પૈસા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે.
આ પહેલા કેટલો વધ્યો હતો પગાર?
તમને જણાવી દઈએ કે સરકારે પાછલી વખતે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કર્યો હતો તો કર્મચારીઓના પગારમાં ત્રણ ગણો વધારો થયો હતો. કર્મચારીઓનો પગાર 6 હજારથી વધી સીધો 18000 થઈ ગયો હતો. આ વખતે જો સરકારે કર્મચારીઓની માંગ સ્વીકારી તો પગાર 18000થી વધી 26000 થઈ જશે.