દેશઃ બેંકના ગ્રાહકોને મોટી ખુશખબર, આજથી બેંક ખુલવાના સમયમાં થયો મોટો ફેરફાર, જાણો વધુ
-bank-

અટલ સમાચાર, ડેસ્ક

મુંબઈ સહિત દેશભરના કરોડો બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. સોમવાર એટલે કે આજથી મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં બેંક ખુલવાના સમયમાં મોટો ફેરફાર થયો છે. આનાથી ગ્રાહકોને ફાયદો થશે. સોમવારથી બેંક ખુલવાનો સમય સવારે નવ વાગ્યોનો થઈ જશે. જેનાથી ગ્રાહકોને કામકાજ માટે વધારાનો એક કલાક મળશે. જોકે, બેંક બંધ થવાનો સમય જેમનો તેમ રહેશે. એટલે કે બેંકો પહેલાના સમય પર જ બંધ થશે.

હકીકતમાં કોરોના વાયરસ મહામારીને પગલે બેંકો શરૂ થવાનો સમય ઘટાડી દેવામાં આવ્યો હતો. જેને ફરીથી જેમનો તેમ કરી દેવામાં આવ્યો છે. આ નવી સુવિધા 18મી એપ્રિલ 2022 એટલે કે આજથી લાગૂ થઈ છે. RBIએ બેંકોને ગ્રાહકો માટે ATM સંબંધિત એક નવી જાહેરાત કરી છે. જેના વિશે જાણીને તમે ખુશ થઈ જશો.

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India - RBI) પ્રમાણે, સોમવારે (18 એપ્રિલ)થી બેંકોના ખુલવાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બેંકો નવ વાગ્યે જ ખુલી જશે, જ્યારે બંધ થવાના સમયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો મતલબ એવો થાય કે આજથી ગ્રાહકોને એક કલાક વધારાનો મળશે. જેનાથી ગ્રાહકો બેન્કિંગ સેવાઓને લાભ મેળવી શકશે. દેશમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સહિત સાત સરકાર બેંક છે, આ ઉપરાંત 20થી વધારે ખાનગી બેંક છે. આ તમામ બેંકોમાં આ નિયમ લાગૂ થયો છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

બેંકો હવે બહુ ઝડપથી કાર્ડલેસ ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડશે, આ માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. જેનાથી ગ્રાહકો UPI મારફતે બેંકો અને એટીએમ ખાતેથી પૈસા ઉપાડી શકશે. RBI કાર્ડ વગરના ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આવું કરવા જઈ રહી છે. આવું કર્યાં બાદ UPI મારફતે તમામ બેંકોના એટીએમ ખાતેથી પૈસા ઉપાડી શકાશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનું માનવું છે કે આનાથી ATM સંબંધિત ફ્રોડમાં ઘટાડો થશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનથી લેવડ દેવડમાં સરળતા રહેશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનથી કાર્ડનું ક્લોનિંગ, કાર્ડની ચોરી સહિતના ફ્રોડને રોકી શકાશે.