એલર્ટઃ ભારતીય હવામાન વિભાગની આગાહી, 'અસાની'નાં પ્રભાવે 8 રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા

ભારતીય હવાાન વિભાગે આ રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યા છે. જેમાં પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું હતું કે, 9થી 12 મે સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં તટીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે અને તે વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
 
cyclone-

અટલ સમાચાર, ડેસ્ક


સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગંગાનું પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આંતરિક ઓડિશા, કેરળ, દક્ષિણ કર્ણાટક, રાયલસીમા અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. દરેક વખતે ચક્રવાતનાં નામ શ્રીલંકા દ્વારા રાખવામાં આવ્યું છે. જે સિંહાલી ભાષાનો એક શબ્દ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે ગુસ્સો, આવેશ અને ક્રોધ થાય છે.

બંગાળની ખાડીમાં ઉઠેલું 'અસાની ' ચક્રવાત ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. પણ આ ગતિમાં હવે પેહલાં કરતાં ઘટાડો થયો છે. ભારતીય હવામાન ખાતાએ  તેમની લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે, સાઇક્લોનને કારણે 10-13 મે સુધી અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય (Meghalay), નાગાલેન્ડ (Nagaland), મણિપુર (Manipur), મિઝોરમ (Mizoram), ત્રિપુરા (Tripura), તમિલનાડું (Tamilnadu)અને કેરળમાં (Kerala) ભારે વરસાદનાં આસાર છે. ભારતીય હવાાન વિભાગે આ રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યા છે. જેમાં પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું હતું કે, 9થી 12 મે સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં તટીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે અને તે વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

  અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

IMD ભુવનેશ્વર કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત આગામી 48 કલાકમાં નબળું પડી જશે, પરંતુ તેમ છતાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે પવન પણ વરસાદની સાથે રહેશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ મુજબ પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આગામી ત્રણ દિવસમાં એકાએક વરસાદની સંભાવના છે. માં વરસાદની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યું છે કે ચક્રવાત 'આસાની' ઉત્તર પશ્ચિમ દિશામાંથી આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશના હવામાનમાં ભારે ફેરફાર થશે.

સાથે જ ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. બિહાર અને ઝારખંડમાં, બંગાળની ખાડીમાં ચક્રવાત આસાનીની થોડી અસર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 મેથી હવામાનમાં પલટો આવશે અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ઝરમર વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ રેડ એલર્ટ- રાજ્યમાં (Gujarat weather update) હજી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં (Gujarat temperature) વધારો થઇ રહ્યો છે. ઉતર પશ્ચિમ પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે કંડલા, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે.