કોરોના@દેશઃ એક જ દિવસમાં નવા 19,406 કેસ નોંધાયા, 49 સંક્રમિતોના મોત થયા

જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત  થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,406 નવા કેસ નોંધાયા છે અને 49 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,34,793 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,649 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,34,65,552 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 205,92,20,794 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 32,73,551 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા છે.


દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત  થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.
મહિનામાં નોંધાયેલા કેસ

5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.
4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.