કોરોના@દેશઃ એક જ દિવસમાં નવા 21,566 કેસ નોંધાયા, 45 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 3,227 નો વધારો થયો છે. દેશમાં હાલમાં સકારાત્મકતા દર 4.25% છે.
 
 
કોરોના

અટલ સમાચાર, ડેસ્ક


ચોથી કોવિડ વેવની આશંકા વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં ફરી એકવાર 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,566 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 45 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,48,881 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 18,294 દર્દીઓ આ જીવલેણ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે અને આ સંખ્યા વધીને 4,31,50,434 થઈ ગઈ છે. હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,38,25,185 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 5,25,870 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 3,227 નો વધારો થયો છે. દેશમાં હાલમાં સકારાત્મકતા દર 4.25% છે.
 
 જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા

20 જુલાઈએ 20,557 નવા કેસ નોંધાયા હતા અને 40 સંક્રમિતોના મોત થયા હતા.
19 જુલાઈએ 15,528 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયાહતા.
18  જુલાઈએ 16,935 નવા કેસ નોંધાયા અને 51 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
17 જુલાઈએ 20,044 નવા કેસ નોંધાયા અને 49 સંક્રમિતોના મોત થયા.
16 જુલાઈએ 20,514 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા.
15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.
14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.
13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા
12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.
11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.
10 જુલાઈએ 257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.