કોરોના@દેશઃ છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત થયા

દેશમાં 4,24,97,567 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક


દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આશરે બે વર્ષ બાદ સતત બે દિવસ સુધી હજારથી ઓછા કેસ નોંધાયા બાદ ફરી એક વખત કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ અને 43 લોકોના મોત થયા છે.

બુધવારે 1086 નવા કેસ અને 71 સંકંમિતોના મોત થયા હતા.. મંગળવારે  795 નવા કેસ અને 58 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 913 નવા કેસ અને  13 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1096 નવા કેસ નોંધાયા હતા અને 81 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા.  
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,639 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,530 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,97,567 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.