કોરોનાઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2685 નવા કેસ નોંધાયા છે અને 33 સંક્રમિતોના મોત થયા
korona

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ ફરી પાછો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2685 નવા કેસ નોંધાયા છે અને 33 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.60 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16,308 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,572પર પહોંચ્યો છે. દેશમાં 4,26,09,335 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,13,41,918 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,39,446 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

 
દેશના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.