સરકારી નોકરીઃ મહિલાઓ માટે ભારતીય આર્મી, નૌસેના અને એરફોર્સમાં ભરતી, વયમર્યા આટલી રહેશે

અટલ સમાચાર, ડેસ્ક
ભારતીય નૌસેનામાં મહિલાઓ કેવી રીતે શામેલ થઈ શકે છે? વર્ષ 1992 સુધી મહિલાઓને માત્ર સશસ્ત્ર બળ મેડિકલ સર્વિસમાં જ શામેલ કરવામાં આવ્યા હતા. જુલાઈ 1992થી નૌસેનાની કેટલીક શાખાઓમાં મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન અધિકારી તરીકે શામેલ કરવામાં આવી. હાલમાં મહિલાઓને નૌસેનાની કેટલીક શાખાઓમાં કેડર અને સ્પેશિયલ ઓફિસર તરીકે શામેલ કરવામાં આવે છે.
સરકારે યોગ્યતા અને ખાલી પડેલ પોસ્ટના આધાર પર SSC કાર્યકાળ પૂર્ણ થવા પર શિક્ષણ, લૉ અને નેવલ આર્કિટેક્ચરમાં પરમેનેન્ટ કમિશન માટે પણ મંજૂરી આપી દીધી છે.
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
નેવલ આર્કિટેક્ચર- ઉમેદવારે 60% સાથે મિકેનિકલ, સિવિલ, એરોનોટીકલ, મેટાલુર્જી અથવા નવલ આર્કિટેક્ચરમાં BE/B. Techની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ઉમેદવાર 19.5થી 25 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ.
ઓબ્ઝર્વર- ઉમેદવારે કોઈપણ ક્ષેત્રે BE/B. Techની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને ફિઝિક્સ તથા મેથ્સ વિષય સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર 19થી 24 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ.
શિક્ષણ- ઉમેદવાર 21થી 25 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે ફિઝિક્સ અથવા મેથેમેટીક્સ વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. જે ઉમેદવારે ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તેમની પાસે મેથ્સનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અનેજે ઉમેદવારે મેથ્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તેમની પાસે ફિઝિક્સનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
અથવા
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી અથવા અંગ્રેજીમાં સેકન્ડ ક્લાસ સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. જે ઉમેદવારે કેમિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તેમની પાસે અંગ્રેજીનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને જે ઉમેદવારે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તેમની પાસે કેમિસ્ટ્રીનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
અથવા
મિકેનિકલ એન્જિનિયરીંગ, ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ, કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી એન્જિયરિંગમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
અથવા
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સમાં સેકન્ડ ક્લાસ સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ઉમેદવારે ગ્રેજ્યુએશન લેવલ પર ફિઝિક્સ અથવા મેથ્સ વિશે સ્ટડી કરેલી હોવી જોઈએ.
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક, હિસ્ટ્રી અથવા પોલિટીકલ સાયન્સ વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
લોજિસ્ટીક/ વર્ક્સ- ઉમેદવાર 19.5થી 25 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ.
લોજિસ્ટીક કેડર
ઉમેદવારે ફર્સ્ટ ક્લાસ સાથે BE/B Tech, MBA, ફાઈનાન્સ, લોજિસ્ટીક, સપ્લાય ચેઈન, મટીરિયલ સાથે B Sc/B Com/B Sc(IT) અથવા MCA/M Sc(IT) કરેલું હોવું જોઈએ.
વર્ક્સ- ઉમેદવારે BE/B Tech(Civil)/B આર્કિટેક્ટ કરેલું હોવું જોઈએ.
કેટરિંગ
ઉમેદવારે ફર્સ્ટ ક્લાસ સાથે M Sc(HM)/MBA(HM)/B Sc અથવા BA અને હોમ સાયન્સમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
લૉ- ઉમેદવાર 22થી 27 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારોએ અધિવક્તા અધિનિયમ 1961 હેઠળ એડવોકેટ તરીકે એનરોલમેન્ટ માટે કાયદાની ડિગ્રી હોવી જોઈએ.
ATC- ઉમેદવાર 19.5 થી 25 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે BE/B.Techની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને ફિઝિક્સ તથા મેથ્સ વિષય સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
પાયલટ જનરલ- ઉમેદવાર 19 થી 24 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે BE/B.Tech ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને ફિઝિક્સ તથા મેથ્સ વિષય સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
CPL હોલ્ડર્સ- ઉમેદવાર 19 થી 25 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર પાસે DGCAએ ઈશ્યુ કરેલ CPL હોવું જોઈએ.
NAI- ઉમેદવાર 19.5થી 25 વર્ષ સુધીની વય ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, પ્રોડક્શન, ઈન્સ્ટ્રુમેન્ટેશન, IT, કેમિકલ, મેટાલુર્જી, એરોસ્પેસ એન્જિનિયરીંગમાં BE/B.Techની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ
ભારતીય નૌસેનામાં કામ કરવાથી નવા કૌશલ્ય શીખવાનો અને તે કૌશલ્ય લાગુ કરીને ઉમેદવારોને અનુભવ મળે છે. ભારતીય નૌસેના ઉમેદવારોને કરિઅરમાં આગળ વધવાની અનેક તક પ્રદાન કરે છે.
UPSC NDA 2022 & 2021 મહિલા ઉમેદવાર માટે ભરતી અંગેની માહિતી
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એક અધિકૃત નોટિફિકેશન અનુસર UPSC NDA & NA 2022 ભરતી પ્રક્રિયા હેઠળ મહિલા ઉમેદવાર માટે 19 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.
નેશનલ ડિફેન્સ એકેડમી
આર્મી- 208 પોસ્ટ (મહિલા ઉમેદવાર માટે 10 પોસ્ટ)
નેવી- 42 પોસ્ટ (મહિલા ઉમેદવાર માટે 3 પોસ્ટ)
એરફોર્સ-
ફ્લાઈંગ- 92 પોસ્ટ (મહિલા ઉમેદવાર માટે 2 પોસ્ટ)
GD ટેક- 18 પોસ્ટ (મહિલા ઉમેદવાર માટે 2 પોસ્ટ)
GD નોન ટેક- 10 પોસ્ટ (મહિલા ઉમેદવાર માટે 2 પોસ્ટ)
નેવલ એકેડમી- 30 પોસ્ટ (માત્ર મહિલા ઉમેદવાર માટે)
આ પ્રકારે ભારતીય સંરક્ષણ વિભાગમાં કુલ 400 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
મિડિયા સૂત્રો અનુસાર રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીએ મજબૂત સુરક્ષા તંત્ર સ્થાપિત કરીને મહિલા ટ્રેઈનર, સ્ત્રી રોગ નિષ્ણાંત સહિત ડોકટર અને અન્ય પોસ્ટ પર ભરતી કરવા માટે મહિલા કેડેટનું સ્વાગત કરવા માટે તૈયારી કરી છે. મહિલાઓના પ્રવેશની સુવિધા માટે એક સ્ટડી ગૃપનું ગઠન કર્યું છે અને તેને સુવિધાજનક બનાવવા માટે આવશ્યક તંત્ર મે 2022 સુધીમાં લાગુ કરવામાં આવી શકે છે.