નોકરીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે જાહેરાત કરી, અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરાશે

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે અગ્નિવીરો માટે આ યોજનામાં પગારનું એક સારું પેકેજ, 4 વર્ષની સેવા એક્ઝિટ પર સેવા નિધિ પેકેજ તથા એક લિબરલ ડેથ અને ડિસેબિલિટી પેકેજની પણ વ્યવસ્થા કરાઈ છે. 
 
army

અટલ સમાચાર, ડેસ્ક


દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના લાવશે. રાજનાથ સિંહે જણાવ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાઓની ભરતી કરાશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સેવા નિધિ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થનારા યુવાઓને અગ્નિવીર કહેવામાં આવશે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનાઓને વિશ્વની શ્રેષ્ઠ સેનાઓ બનાવવા માટે આજે સુરક્ષા સંબંધિત કેબિનેટ કમિટીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ નામની એક યોજના લાવી રહ્યા છીએ જે આપણી સેનામાં પરિવર્તનકારી ફેરફાર લાવીને તેમને સંપૂર્ણ રીતે આધુનિક અને સુસજ્જિત બનાવશે. તેમણે કહ્યું કે અગ્નિપથ યોજનાથી રોજગારીની તકો વધશે. અગ્નિવીર સેવા દરમિયાન અર્જિત કૌશલ તથા અનુભવથી યુવાઓને વિભિન્ન ક્ષેત્રોમાં રોજગારી મળશે. તેનાથી અર્થવ્યવસ્થાને પણ ઉચ્ચ કુશળ કાર્યબળ ઉપલબ્ધ થશે. જે ઉત્પાદકતા લાભ અને જીડીપી વૃદ્ધિમાં મદદ કરશે. 

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે અગ્નિવીરો માટે આ યોજનામાં પગારનું એક સારું પેકેજ, 4 વર્ષની સેવા એક્ઝિટ પર સેવા નિધિ પેકેજ તથા એક લિબરલ ડેથ અને ડિસેબિલિટી પેકેજની પણ વ્યવસ્થા કરાઈ છે. 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

યોજનાની મહત્વની વાતો...
- આ યોજના હેઠળ સામેલ થનારા યુવાઓને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરાશે. 
- આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષક પગાર મળશે. 
- સેનાની ચાર વર્ષની નોકરી બાદ યુવાઓને ભવિષ્ય માટે વધુ તકો પણ પ્રદાન કરાશે. 

ત્રણેય સેના પ્રમુખોએ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ યોજના અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ યોજના હેઠળ સેનામાં યુવાઓ ઓછા સમય માટે ભરતી થઈ શકશે. આ યોજનાને અગ્નિપથ યોજના નામ અપાયું છે. જે હેઠળ યુવાઓ ચાર વર્ષ માટે સેનામાં સામેલ થઈને દેશની સેવા કરી શકશે. 

ચાર વર્ષ બાદ સેવામુક્ત થઈ શકાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના દ્વારા સેનામાં સામેલ થઈ રહેલા જવાનોની સરેરાશ ઉંમર ઓછી કરવાનો પ્રયત્ન રહેશે અને રક્ષાદળોના ખર્ચામાં પણ ભારે કમી લાવી શકાશે. આ યોજના હેઠળ ચાર વર્ષ માટે યુવાઓ (અગ્નિવીર)ને સેનામાં ભરતી કરાશે અને ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને સેવામુક્ત  કરાશે. તેમને અન્ય જગ્યાએ નોકરી અપાવવા માટે પણ સેના એક સક્રિય ભૂમિકા ભજવશે.

એવો તર્ક અપાઈ રહ્યો છે કે સેનામાં જો કોઈ ચાર વર્ષ કામ કરશે તો તેમની પ્રોફાઈલ મજબૂત બનશે અને દરેક કંપની આવા યુવાઓને હાયર કરવામાં રસ દાખવશે. આ ઉપરાંત સેનામાં 25 ટકા જવાન રહી શકશે જે નિપુર્ણ અને સક્ષમ હશે. જો કે આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે સમયે સેનામાં ભરતી નીકળી હોય. આ પ્રોજેક્ટથી સેનાના કરોડો રૂપિયા પણ બચી શકે છે. એક બાજુ પેન્શન ઓછાલોકોને આપવું પડશે તો બીજી બાજુ વેતનમાં પણ ભારે બચત થઈ શકશે.