હડકંપ@દેશ: વહેલી સવારે દર્દનાક અકસ્માતમાં એકસાથે 14 લોકોના મોતથી માતમ, ઘણા લોકોના હાથ-પગ કપાયા

 
MP

અટલ સમાચાર, ડેસ્ક 

ધનતેરસના દિવસે મધ્યપ્રદેશથી માઠા સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના રીવામાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો અને ઘરે પરત ફરી રહેલા લોકોની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ છે. શનિવારની વહેલી સવારે રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં બસ અને ટ્રક સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બ્રેક ન લાગવાના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા, જોકે પોલીસ-પ્રશાસનની તત્પરતાના કારણે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો એવા છે જેમના હાથ-પગ કપાઈ ગયા છે. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્રીજા વાહન વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી. બસ-ટ્રક સ્થળ પર છે, પરંતુ ત્રીજું વાહન કયું હતું તે ધ્યાને આવ્યું નથી.


સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવ અંગેની જાણ થતાં જ નજીકના પોલીસ સ્ટેશનથી કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસે ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. આ તમામ મૃતક શ્રમિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. બસમાં મોટાભાગના યુપીના લોકો હતા. એટલું જ નહીં બસમાં બિહાર અને નેપાળના કેટલાક લોકો પણ હતા. હાલ વહીવટી તંત્ર બસમાં સવાર મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં વ્યસ્ત છે.