બ્રેકિંગ@દેશ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ કરાયા
Mon, 26 Dec 2022

અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે સવારે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રીને સોમવારે બપોરે 12 વાગ્યે એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 63 વર્ષીય સીતારમણને સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા છે.
હજુ ગઈકાલે જ દિલ્હીમાં 'સદૈવ અટલ' ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા કેન્દ્રીય નાણામંત્રી સીતારામન ગયા હતા. આ પહેલા પણ નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ બજેટની રજૂઆત દરમિયાન તેમના બજેટના સૌથી લાંબા ભાષણને નાદુરસ્ત તબિયતથી આખું ભાષણ વાંચી શક્યા ન હતા. સંસદમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી સતત ભાષણ આપ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી.