બ્રેકિંગ@મધ્યપ્રદેશ: PM નરેન્દ્ર મોદીએ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા, જુઓ વિડીયો
MP

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 72મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. આ પ્રસંગે વન્યજીવ, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ અને કૌશલ અને યુવા વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોને કવર કરનાર 4 મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે તેઓ મધ્યપ્રદેશ આવી પહોંચ્યા છે. સૌથી પહેલા તેમણે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને શ્યોપુરના કૂનો વન અભ્યારણ્યમાં છોડ્યા છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

આજે ચિત્તાઓ નેશનલ પાર્કમાં છોડ્યા બાદ PM મોદીએ નામીબિયા દેશનો આભાર માન્યો હતો. આ સાથે તેમેન જણાવ્યું હતું કે, હું આ ઐતિહાસિક અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવું છું અને મિત્ર દેશ નામીબિયાનો આભાર માનુ છુ, જેમની મદદથી વર્ષો પછી ભારતની ભૂમિમાં ચિત્તા પરત આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 1947 જ્યારે દેશમાં માત્ર 3 જ ચિત્તા બચ્યા હતા, ત્યારે પણ તેમનો શિકાર કરવામાં આવ્યો, ચિત્તાઑના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ પ્રયાસ ન થયા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે, ચિત્તા હજુ મહેમાન છે અને આ જગ્યાથી અજાણ છે, તે ભારતને પોતાનું ઘર બનાવે તેની રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે, કૂનો નેશનલ પાર્કને તેઓ પોતાનું ઘર બનાવી શકે એ માટે આપણે પણ તેઓને સમય આપવો પડશે. 

PM મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગુજરાત એશિયાટીક સિંહ માટે ખૂબ મોટું ક્ષેત્ર બની ગયું છે, તેની પાછળ દાયકાઓની મહેનત છે. એક સમયે આસામમાં એકશિંગી ગેંડાની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ હતી પણ હવે વધી રહી છે અને ટાઈગરની સંખ્યા ડબલ કરવાનો લક્ષ્ય પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.

નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને વિશેષ માલવાહક વિમાન શનિવારે સવારે ગ્વાલિયર એરપોર્ટ પર ઉતર્યા હતા. તે પછીથી ચિત્તાઓને હેલિકોપ્ટરમાં કેએનપી લઈ જવામાં આવ્યા હતા.  જે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાઓને શનિવારે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડ્યા હતા. દેશના વન્ય જીવો અને તેમના આવાસને પુર્નઃજીવીત કરવા અને તેમાં વિવિધતા લાવવા વડાપ્રધાન મોદીના પ્રયત્નોનો આ હિસ્સો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિગતો મુજબ ચિત્તાઓને છોડવામાં આવ્યા પછી પીએમ મોદી શ્યોપુલ જિલ્લાના કરાહલમાં વક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થશે અને પછી મહિલા સ્વયં સહાયતા સમૂહોના સમ્મેલનમાં ભાગ લેવા માટે એક સ્થાનિક સ્કુલમાં જશે. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ પછી વડાપ્રધાન ગ્વાલિયર પહોંચશે અને શહેરમાં થોડીવાર રોકાયા પછી બપોરે નવી દિલ્હી માટે રવાના થશે.