ટેક્નોલોજીઃ દુનિયાની સૌથી મોટી ડીલ, એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યું

ટ્વિટરને ખરીદવા માટે એલન મસ્કે અગાઉ 43 બિલિયન ડોલર એટલે કે લગભગ 3273.44 અબજ રૂપિયાની ઓફર આપી હતી. એને લઈને ટ્વિટરની અંદર જ વિવાદના સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
 
elen musk

અટલ સમાચાર, ડેસ્ક


ટેસ્લા CEO એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. આ હિસાબે મસ્કે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર (4148 રૂપિયા) ચૂકવવાના રહેશે. ટ્વિટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે રાતે 12. 24 વાગ્યે એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી.

જોકે આ ડીલ જાહેર થાય એ અગાઉ જ મસ્કે ટ્વીટ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવાનો સંકેત આપી દીધો હતો. મસ્કે લખ્યું હતું-આશા છે કે મારા સૌથી આકરા ટીકાકારો ટ્વિટર પર રહેશે. આ જ ફ્રી સ્પીચનો ખરો અર્થ છે.

ટ્વિટરને ખરીદવા માટે એલન મસ્કે અગાઉ 43 બિલિયન ડોલર એટલે કે લગભગ 3273.44 અબજ રૂપિયાની ઓફર આપી હતી. એને લઈને ટ્વિટરની અંદર જ વિવાદના સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે.

  અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ગત દિવસોમાં ટ્વિટર બોર્ડે મસ્કની તરફથી કંપનીના ટેકઓવરને રોકવા માટે ‘પોઈઝન પિલ સ્ટ્રેટેજી’ (Poison Pill Strategy) અપનાવી હતી. જોકે બોર્ડ મેમ્બર્સ આ ડીલ પર વાતચીત માટે તૈયાર થઈ જવાથી એ નિશ્ચિત થયું હતું કે મસ્કે આ Poison Pillનો તોડ શોધી લીધો છે. મસ્ક પાસે અગાઉથી જ ટ્વિટરના 9.2% શેર હતા. સમાચાર એવા પણ છે કે મસ્કે જ્યારે શુક્રવારે કંપનીના અનેક શેરહોલ્ડર્સ સાથે અંગત રીતે મીટિંગ કરી હતી, એના પછી જ ટ્વિટરના વલણમાં બદલાવ આવ્યો.


પોઈઝન પિલ શબ્દનો અર્થ એ છે કે આ હસ્તગત કરવા ઈચ્છતી કંપની દ્વારા સંભવિત પ્રતિકૂળ ટેકઓવરને રોકવા અથવા નિરાશ કરવા માટે લક્ષ્ય કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સંરક્ષણ વ્યૂહરચના છે. સંભવિત લક્ષ્ય કંપની સંભવિત હસ્તગત કરનાર કંપની માટે ઓછા આકર્ષક દેખાવા માટે આ યુક્તિનો ઉપયોગ કરે છે.

કંપનીને બચાવવા માટે આ હંમેશાં માટેનો પ્રથમ-અને શ્રેષ્ઠ-માર્ગ નથી, તેમ છતાં પોઈઝન પિલ સ્ટ્રેટેજી સામાન્ય રીતે ખૂબ અસરકારક હોય છે.

પોઈઝન પિલ સ્ટ્રેટેજી એ એક સંરક્ષણ યુક્તિ છે, જેનો ઉપયોગ લક્ષ્ય કંપની દ્વારા પ્રતિકૂળ ટેકઓવરના પ્રયાસોને રોકવા અથવા નિરાશ કરવા માટે થાય છે.
પોઈઝન પિલ સ્ટ્રેટેજી હાલના શેરધારકોને ડિસ્કાઉન્ટ પર વધારાના શેર ખરીદવાનો અધિકાર આપે છે, જે અસરકારક રીતે નવા, પ્રતિકૂળ પક્ષના માલિકીના હિતને મંદ કરે છે.
પોઈઝન પિલ સ્ટ્રેટેજી ઘણીવાર બે સ્વરૂપમાં આવે છે - ફ્લિપ-ઇન અને ફ્લિપ-ઓવર વ્યૂહનીતિ.

મસ્ક હંમેશાં કહેતા આવ્યા છે કે તેઓ ફ્રીડમ ઓફ સ્પીચના પક્ષકાર છે. ટ્વિટરને ખરીદવાની મહેચ્છા પાછળ પણ તેમણે આ જ કારણ દર્શાવ્યું હતું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રીડમ ઓફ સ્પીડ જોખમમાં છે અને તેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે એ જળવાઈ રહે. જોકે ફ્રી-સ્પીચ એક્સપર્ટ્સના અનુસાર મસ્કનું આ નિવેદન તેમના આચરણથી બિલકુલ અલગ છે. તેઓ લાંબા સમયથી પોતાના ટીકાકારોને ધમકાવતા આવ્યા છે.