દુર્ઘટનાઃ હોસ્પિટલમાં આગ લાગતા 10 લોકોનાં મોત નિપજ્યા, 13ની હાલત ગંભીર ​​​​​​​
આગ જબલપુર

અટલ સમાચાર, ડેસ્ક

મધ્યપ્રદેશના જબલપુરમાં સોમવારે એક હોસ્પિટલમાં આગ લાગી ગઈ. આગને કારણે ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. 13 લોકો ઘાયલ છે, જેમની હાલત ગંભીર છે. મરનારમાં 4 લોકો હોસ્પિટલ સ્ટાફના લોકો છે. મોતનો આંકડો હજુ વધી શકે છે.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પોલીસના જણાવ્યા મુજબ જબલપુરના શિવનગરમાં ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એન્ટ્રેસ પોઈન્ટ પર બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતમાં ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.

આગ હોસ્પિટલના એન્ટ્રેસ પર લાગી, આ કારણે લોકો બહાર ન નીકળી શક્યા. બીજા ફ્લોર પર સૌથી વધુ લોકોના મોત થયા. ઈજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આગ લાગી તે પછી દર્દીને બચાવવા અંદર ગયા જે પાછા બહારે ન આવી શક્યા.