દુર્ઘટનાઃ ઉત્તરકાશીમાં યાત્રીઓની બસ ખીણમાં પડતા, 22 લોકોના કરૂણ મોતથી અરેરાટી

બસમાં સવાર યાત્રીઓ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના છે. હાલ ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
 
યુપી

અટલ સમાચાર, ડેસ્ક

યમુના ઘાટીમાં યાત્રીઓની એક બસ ખીણમાં પડી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયાં છે. આ બસ અંદાજે 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ એસડીઆરએફના જવાનોને રાહત બચાવ કાર્ય માટે બોલાવામાં આવ્યા છે. એસપી અર્પણ યઘુવંશીએ જણાવ્યું કે, ડામટા થી અંદાજે 2 કિલોમીટર દૂર નૌગાંવ તરફ આ અકસ્માત થયો છે. બસમાં સવાર યાત્રીઓ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના છે. હાલ ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
 
મળતી માહિતી મુજબ આ બસમાં 29 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં હાલ 22 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટી કરવામાં આવી છે. આ સાથે અન્ય ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. તમામ મુસાફરો મધ્યપ્રદેશના હોવાનું જણાવાયું છે. તમામ મુસાફરો યમુનોત્રીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના હિમાચલ-ઉત્તરાખંડની બોર્ડર પાસે આવેલા દમતા ખાતે બની છે.

 
માહિતી મળતાં જ એસડીઆરએફના જવાનોને રાહત કાર્ય માટે સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. એસપી અર્પણ યધુવંશીએ જણાવ્યું કે, આ દુર્ઘટના દમતાથી નૌગાંવ તરફ લગભગ 2 કિમી દૂર થઈ, બસમાં સવાર મુસાફરો મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી છે. ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત બચાવ કાર્ય ચાલુ છે. મળતી માહિતી મુજબ બસમાં 28 થી 29 લોકો સવાર હતા. ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.