ગજબની હત્યાઃ પત્નીએ તેના 2 બે પ્રેમીઓ પાસે કરાવી પતિની હત્યા, લાશના 7 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા
હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

 મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં  5 ફેબ્રુઆરીના રોડ ટ્રકચાલક કૃષ્ણા ઉર્ફે બબલૂની હત્યા કરવામાં આવી હતી. આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પતિની હત્યા બાદ પત્નીએ બે કસાઈઓ પાસે તેના 7 ટુકડા કરાવ્યા હતા. આ હત્યાકાંડમાં મહિલાના બે પુત્રોએ પણ તેની માતાનો સાથ આપ્યો હતો. લાશના ટુકડા કર્યા બાદ આરોપીઓએ ધડ ઘર પાસે દફનાવ્યું હતું અને હાથપગ જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસ તપાસમાં પોલીસે ધડ મેળવી લીધું હતું, પરંતુ શરીરના અન્ય અંગો મળ્યા ન હતા. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મહિલાના આ બંને કસાઈઓ સાથે અનૈતિક સંબંધ હતા.

કૃષ્ણાની પત્ની સપના ઉર્ફે સોનુએ 10 દિવસ પહેલા તેની હત્યા કરી હતી. આ કામમાં મહિલાના પુત્રએ પણ તેનો સાથ આપ્યો હતો. કસાઈ રિઝવાન કુરૈશી અને ભય્યૂ કુરૈશી સાથે સપનાના અનૈતિક સંબંધો હતા. સપનાએ હત્યા બાદ પોલીસને કહ્યું હતું કે, તેને હત્યા કરવાનો કોઈ જ અફસોસ નથી. તેના પતિની હત્યા કરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કસાઈઓએ જણાવ્યું કે, હત્યા કર્યા બાદ શરીરના અન્ય અંગ ગુરાડિયા નજીક આવેલા જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસે જણાવ્યું કે, જંગલમાંથી લોહીથી લથપથ પ્લાસ્ટિકની થેલી મળી છે, પરંતુ શરીરનું એક પણ અંગ મળી આવ્યું નથી.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
રિજવાન અને ભય્યૂએ જણાવ્યું કે, લાશના ટુકડા કરીને તેઓ દેવાસ ભાગી ગયા હતા. ટોંકકલામાં આવેલ મુરસુદા મસ્જિદમાં છુપાઈ ગયા હતા. આરોપીઓને પોલીસ આવવાની જાણ થતા તેઓ ખિલચીપુર ભાગી ગયા હતા. પોલીસે રિજવાનના મોટા ભાઈ સાથે કડકાઈથી કામ લીધું અને ફોન કરાવડાવ્યો હતો. તેના ભાઈએ રિજવાન અને ભય્યૂને બોલાવ્યા હતા, જ્યાં પોલીસે આ બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

5 ફેબ્રુઆરીના રોજ સપનાએ દાલ બાટી બનાવી હતી. જેમાં તેણે તેના પતિની દાળમાં 5 ઊંઘની ગોળીઓ નાંખી દીધી હતી, ત્યારબાદ તેનો પતિ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાએ રિજવાન અને ભય્યૂને બોલાવ્યો અને બેભાન અવસ્થામાં જ કૃષ્ણાને મોતને ઘાટ ઉતારી દીધો. હાથ પગ કાપીને થેલામાં ભરી દીધા. આ મામલે મહિલાના પુત્રએ પણ તેઓની મદદ કરી હતી. તેણે બબલૂના ધડને પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી દીધું. ત્યારબાદ સેપ્ટિક ટેંકના સમારકામના બહાને મજૂરો બોલાવ્યા અને છ ફૂટ ઊંડો ખાડો કર્યો હતો.

ધડને થેલામાં ભરીને ખાડામાં નાંખી દીધું અને મીઠા સાથે દફન કરી દીધું. આરોપીઓએ બબલૂના પુત્ર પ્રશાંતની મદદથી લાશના હાથ પગ કાપ્યા અને ત્યારબાદ આ ટુકડાઓને જંગલમાં ફેંકી દીધા. આ કસાઈઓ સાથે સપનાના અનૈતિક સંબંધ હતા. જેના કારણે તેણે રહેવાની જગ્યા બદલી હતી અને પરિવાર સાથે શિફ્ટ થઈ ગઈ હતી.