આત્મહત્યા@કોટ: 17 વર્ષીય વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું,કારણ હજુ અકબંધ

રાજસ્થાનના કોટામાં ગુરુવારે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.
 
આત્મહત્યા@કોઠારીયા: વેપારીએ કેમ જીવન ટૂંકાવા જેવું પગલું ભર્યું, જાણીને લોકોને  નવાઈ લાગશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં આત્મહત્યાના કિસ્સા ખુબજ વધી ગયા છે.હાલના યુગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.લોકો નાની-નાની વાતમાં પતાનું જીવન ખતમ કરી નાખે છે. રાજ્થાનામાંથી એક આત્મહત્યાની ઘટના સામે આવી છે.રાજસ્થાનના કોટામાં ગુરુવારે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. છેલ્લા અઠવાડિયામાં કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ ત્રીજો કેસ છે. પોલીસે જણાવ્યું કે, મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી 17 વર્ષીય મનીષ પ્રજાપત છેલ્લા છ મહિનાથી કોટાની એક ખાનગી કોચિંગ સંસ્થામાં જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ વર્ષે કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના 21 કેસ નોંધાયા છે