યોજના@દેશ: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક મોટી જાહેરાત કરવામાં આવી, 2 કરોડ મકાનો બનાવવામાં આવશે

2 કરોડ મકાનો બનાવવામાં આવશે.

 
ઘરનું ઘર ખરીદવાના સપના જોનારાઓ થઈ જાઓ તૈયાર, RBIએ લોનની મર્યાદા વધારી

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આજે 1 ફેબ્રુઆરી 2024એ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રથમ વખત વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વચગાળાના બજેટમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ મકાનો બનાવવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. નાણામંત્રીએ 20 મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની ગણતરી કરી અને ભારતના વિકાસની ગતિ અંગે ચર્ચા કરી. નિર્મલાએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.