રિપોર્ટ@દેશ: બેંગલુરુમાં ચાલતી બસમાં અચાનક ભયાનક આગ લાગી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
બસમાં અચાનક ભયાનક આગ લાગી
Jul 10, 2024, 14:56 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર ભયાનક આગના બનાવો સામે આવતા હોય છે. બેંગલુરુના MG રોડ પર એક ચાલતી બસમાં આગ લાગી હતી. બસમાં 30 લોકો સવાર હતા. ડ્રાઈવરે સમયસર બસ રોકી અને બધાને બહાર કાઢ્યા, જેનાથી દરેકનો જીવ બચી ગયો. ત્યારબાદ તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
રાહદારીઓએ બસમાં લાગેલી આગનો વીડિયો બનાવ્યો, જેમાં બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. જ્યારે ફાયર બ્રિગેડના જવાનો તેને ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.