ઘટના@મુંબઈ: ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બહુમાળી રહેણાંક ઈમારતના 8 અને 12 માં માળે આગ લાગી
લોકોને બચાવવામાં આવ્યા છે.
Nov 17, 2023, 14:00 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે શુક્રવારે સવારે દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બહુમાળી રહેણાંક ઈમારતના આઠમા અને બારમાં માળે આગ લાગી હતી. જો કે આગને કારણે કોઈ જાનહાનિની થઈ હોવાની માહિતી સામે નથી આવી. સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર, ફાયર વિભાગે બિલ્ડિંગના 15મા, 21મા અને 22મા માળે રહેતા ઘણા લોકોને બચાવવામાં આવ્યા છે. ઈમારતમાં ફસાયેલા લોકોને સીડી દ્વારા સુરક્ષિત રીતે છત પર લઈ જવાયા હતા.
મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, ઓગસ્ટ ક્રાંતિ રોડ પર આવેલી ધવલગિરી બિલ્ડિંગના આઠમા અને બારમા માળે સવારે લગભગ 9.30 વાગ્યે આગ લાગી હતી. ફ્લેટના ઈલેક્ટ્રીકલ વાયર અને ઉપકરણો, ફર્નિચર, દરવાજા અને ઘરવપરાશની વસ્તુઓ સુધી સીમિત રહેવા પામી હતી.