દુર્ઘટના@હિમાચલ: કુલ્લૂમાં ચાર માળની ઈમારત પત્તાની જેમ થઇ ધરાશાયી
અટલ સમાચાર, ડેસ્ક
હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પર કુલ્લૂના આની તાલુકામાં એક ચાર માળની ઈમારત સહિત કુલ ત્રણ ભવન પડ્યા છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ઘટનાનો એક વીડિયો સો. મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે વીડિયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે, આ ઘરમાં કેટલાય લોકો હતા. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યો છે.
કુલ્લૂ જિલ્લાના આની બસ સ્ટેન્ડની નજીક આ ઘટના ઘટી છે. આની બસ સ્ટેન્ડ પાસે ઈમારતની પાછળથી લેન્ડસ્લાઈડ થઈ રહ્યું હતું. આ નાળાનું પાણી પણ ઈમારતની પાછળ પડી રહ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એકદમથી ઝાડ ડગમગવા લાગે છે અને બાદમાં ચાર માળના મકાન પર પડે છે કે મકાન જમીનદોસ્ત થઈ જાય છે.
મહત્વની વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો કેટલાય લોકોએ બનાવ્યો છે. વીડિયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે, બિલ્ડીંગમાં કેટલાય લોકો છે. આ દરમ્યાન અફરાતફરી મચી ગઈ. કહેવાય છે કે પ્રશાસને એક અઠવાડીયા પહેલા જ આ બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ આપી છે.