ક્રાઈમ@દેશ: એસી કોચમાં મુસાફરી કરી રહેલી યુવતી પર ટ્રેનના બાથરૂમમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
દેશમાં બળત્કારની ઘટનાઓ દિવસે-દિવસે વધી રહી છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે.
મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં બળાત્કારની ઘટના સામે આવી છે. એસી કોચમાં મુસાફરી કરી રહેલી યુવતી પર ટ્રેનના બાથરૂમમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આટલું જ નહીં આરોપીએ યુવતી સાથે મારપીટ પણ કરી હતી. યુવતી કટનીથી ઉચેરા જતી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન એક યુવકે તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ આરોપીએ પોતાને બાથરૂમમાં બંધ કરી લીધો હતો.
જ્યારે પોલીસને આ ઘટનાની માહિતી મળી, તેઓએ દરવાજો તોડીને તેની ધરપકડ કરી.
મળતી માહિતી મુજબ, કટનીથી ઉચેરા જતી મેમુ ટ્રેનના એસી કોચમાં એક યુવતી મુસાફરી કરી રહી હતી. જ્યારે ટ્રેન પાકરિયા સ્ટેશન પહોંચી ત્યારે એસી કોચમાં બેઠેલી યુવતી બાથરૂમમાં ગઈ હતી. આ દરમિયાન એક યુવક ટ્રેનમાં ચડીને બાથરૂમમાં ઘુસ્યો. તેણે યુવતી સાથે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. યુવતીને માર મારવામાં આવ્યો અને બળાત્કાર ગુજાર્યો. જેવી ટ્રેન સતના સ્ટેશન પર પહોંચી, છોકરીએ બૂમો પાડી અને બાથરૂમનો ગેટ ખોલ્યો. આ પછી યુવતીએ સતના સ્ટેશન પર પોલીસને ઘટનાની જાણ કરી. જ્યારે પોલીસને આ વિશે માહિતી મળી, ત્યારે ટ્રેન સતના સ્ટેશનથી નીકળી ગઈ હતી.
દરવાજો તોડ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
સતના પોલીસે સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી હતી. ટ્રેનને આગલા સ્ટેશન કીમા પર રોકી દેવામાં આવી. રાજ્ય રેલવે પોલીસ અને આરપીએફની ટીમ કૌમા સ્ટેશન પહોંચી. આરોપીએ પોતાને બાથરૂમમાં બંધ કરી લીધો હતો. પોલીસે દરવાજો તોડી આરોપીની ધરપકડ કરી હતી. એવું કહેવાય છે કે, પીડિત યુવતી અને આરોપી ટ્રેનમાં ફરતા વેન્ડર છે. હાલ સતના પોલીસે આરોપીને કટની પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.