ગુનો@માળિયા: ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક ભાઈએ મોબાઈલમાં વાત કરતી બહેન સાથે ઝઘડો કરી ગંભીર ઈજા પહોંચાડી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ માળિયાના રાસંગપર ગમે રહીને મજુરી કરતા લલીતાબેન વિશાંતભાઈ ભાણું નામની ૨૦ વર્ષની યુવતીને તેના સગા ભાઈ લાલાએ દાતરડાના ઘા ઝીંકી દીધા હતા જેથી યુવતીને સારવાર માટે મોરબી બાદમાં રાજકોટ અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ છે જે બનાવ મામલે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ લાલો રાત્રીના નશામાં ધુત હતો ત્યારે લલીતાબેન સાથે માથાકૂટ કરી હતી બહેન મોબાઈલમાં કોઈ સાથે વાતચીત કરતી હોય જેથી માથાકૂટ કરી હતી અને લલીતાબેને ભાગવાનો પ્રયાસ કરતા દાંતરડું લઈને પાછળ દોડ્યો હતોં અને બહેનને દાતરડાના ઘા ઝીંકી દીધા હતા રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતુટ પ્રેમનો પર્વ છે ત્યારે રક્ષાબંધનની આગલી રાત્રે સગા ભાઈએ બહેન પર હિચકારો હુમલો કરી દીધો હતો અને આજે જયારે રક્ષાબંધન પર્વે બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે ત્યારે આ બહેન હોસ્પિટલના બિછાને જોવા મળી હતી