રિપોર્ટ@દેશ: સત્તારૂઢ NDA અને નેશનલ પીપલ્સ પાર્ટીના 27 ધારાસભ્યોની બેઠક યોજાઈ
જેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે 7 દિવસમાં કુકી આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવે.
Nov 19, 2024, 18:20 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના રાજકારણમાં અવાર-નવાર કેટલીક બેઠકો યોજવામાં આવતી હોય છે. મણિપુરમાં હિંસાને કારણે સ્થિતિ વણસી ગઈ છે. દરમિયાન સોમવારે સત્તારૂઢ NDA અને નેશનલ પીપલ્સ પાર્ટીના 27 ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.
જેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે 7 દિવસમાં કુકી આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જીરીબામમાં 6 મહિલાઓ અને બાળકોના મોત માટે કુકી આતંકવાદીઓ જવાબદાર છે.
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર રાજ્યમાં લાગુ કરાયેલા AFSPAની સમીક્ષા કરશે. રાજ્ય સરકારે 14 નવેમ્બરે પોતાનો આદેશ જારી કર્યો હતો. જીરીબામમાં 6 મૈતઈ મહિલા-બાળકો અને બિષ્ણુપુરમાં એક મૈતઈ મહિલાની હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે.