દુર્ઘટના@રાજથાન: જયપુર હાઇવે પર ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને ટ્રેલરે પાછળથી ટક્કર મારી
ગોઝારા અકસ્માતમાં 12 લોકોના મોત નીપજ્યા
Sep 13, 2023, 14:06 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જયપુર હાઇવે પર ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને ટ્રેલરે પાછળથી ટક્કર મારી છે. આ ટક્કરને કારણે બસ પણ 20થી 25 ફૂટ સુધી બસ ઘસડાઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં 12 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત હતા. આ અકસ્માતમાં બચેલા મુસાફરો તથા મૃતકોના મૃતદેહને પરત લાવવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે અને ત્રણ લોકોને જયપુર હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
આજે વહેલી સવારે આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ જતા ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ બસ ભાવનગરથી મથુરા જતી હતી.આ બસ અધવચ્ચે બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી. આ દરમિયાન અંધારામાં જ ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી હતી.
આ ગોઝારો અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હંત્રા ગામ પાસે થયો છે. ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા.આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી
જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી. આ દરમિાયન પૂરપાટ આવતા ટ્રેલરે બસને ધડાકાભેર અથાડી હતી..ટ્રેલરે બસને અથાડીને 20થી 25 ફૂટ જેટલી ઘસેડી હતી. જેમાં બસની પાછળ ઉભેલા લોકો અને બસની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોનાં 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા છે.